





🌼 બ્રહ્માજી, વિષ્ણુજી અને શંકરજી વિશે દેવી ભાગવત પુરાણ માં શું કહ્યું છે ? 🌺 આ તમામ પ્રશ્નોના જવા...
Citizen Reporterसदन में तिवाड़ी जी ने स्पष्ट किया
Journalistચકલાસી બાંધેલા તલાવ,જી.ઇ.બી પાસે, 300 ફુટ ના રોડ નજીક અને બીજી ઘણી જગ્યાએ દારુનો ખુલ્લેઆમ વેચાણ થઈ ર...
*ખેડામાં 23 ડિસેમ્બરે તાલુકા સ્વાગત કાર્યક્રમ:* કઠલાલમાં DFO અધ્યક્ષસ્થાને, અન્ય તાલુકાઓમાં મુખ્ય અધ...
18 વર્ષથી નાસતો ફરતો ધાડનો આરોપી પાદરા થી ઝડપાયો
ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક...
Gujarat Introverted day: ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ : અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ
View comment