નવરચના ગુરુકુલ કાલોલ અંગ્રેજી માધ્યમમાં શાળા ખાતે પંચાયત- બાળ સંસદની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન. કાલોલ તા ૧૨/૦૮/૨૫ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. લોકશાહીના મૂલ્યોનું સતત સિંચન થાય તે અનિવાર્ય છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કહ્યું હતું કે "ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે." ત્યારે તેમની ઉક્તિને સાર્થક કરવાના સતત પ્રયત્નો કાલોલની શાળા નવરચના ગુરુકુલ કરી રહી છે. તે જ ઉપલક્ષ્યમાં નવા શૈક્ષણિક સત્ર-2025-26 માટે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ માટે લોકશાહી ઢબે ચૂંટણી કરવાનું સુંદર આયોજન થયું. શાળા દ્વારા ચૂંટણી પંચની રચના કરવામાં આવી, ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યા બાદ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારી પત્રો ભર્યા, પ્રચાર કર્યો, આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવ્યું અને મતદાનના દિવસે મતદાતા વિદ્યાર્થીઓએ તેમજ શાળાના શિક્ષકો તથા સંચાલકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારને પ્રતિનિધિ તરીકે ચૂંટયા. આ આખી પ્રક્રિયા ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી.ચૂંટણી બાદ મત ગણતરી થકી વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પ્રતિનિધિઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક, રમત-ગમત, સ્વચ્છતા, શિસ્ત જેવા અલગ અલગ કાર્યો માટે શપથગ્રહણ કરાવવામાં આવશે.આમ, નવરચના ગુરુકુલ કાલોલમાં લોકશાહી પર્વની ખૂબ જ સુંદર રીતે ઉજવણી થઈ. વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યોને પ્રત્યક્ષ રીતે સમજે અને આગામી ભવિષ્યમાં આદર્શ નાગરિક, જાગૃત મતદાતા બને અને રાષ્ટ્ર વિકાસ અને નિર્માણમાં અગ્રેસર રહે તેવા આશયથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું.
નવરચના ગુરુકુલ કાલોલ અંગ્રેજી માધ્યમમાં શાળા ખાતે પંચાયત- બાળ સંસદની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન. કાલોલ તા ૧૨/૦૮/૨૫ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. લોકશાહીના મૂલ્યોનું સતત સિંચન થાય તે અનિવાર્ય છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કહ્યું હતું કે "ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે." ત્યારે તેમની ઉક્તિને સાર્થક કરવાના સતત પ્રયત્નો કાલોલની શાળા નવરચના ગુરુકુલ કરી રહી છે. તે જ ઉપલક્ષ્યમાં નવા શૈક્ષણિક સત્ર-2025-26 માટે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ માટે લોકશાહી ઢબે ચૂંટણી કરવાનું સુંદર આયોજન થયું. શાળા દ્વારા ચૂંટણી પંચની રચના કરવામાં આવી, ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યા બાદ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારી
પત્રો ભર્યા, પ્રચાર કર્યો, આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવ્યું અને મતદાનના દિવસે મતદાતા વિદ્યાર્થીઓએ તેમજ શાળાના શિક્ષકો તથા સંચાલકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારને પ્રતિનિધિ તરીકે ચૂંટયા. આ આખી પ્રક્રિયા ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી.ચૂંટણી બાદ મત ગણતરી થકી વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પ્રતિનિધિઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક, રમત-ગમત, સ્વચ્છતા, શિસ્ત જેવા અલગ અલગ કાર્યો માટે શપથગ્રહણ કરાવવામાં આવશે.આમ, નવરચના ગુરુકુલ કાલોલમાં લોકશાહી પર્વની ખૂબ જ સુંદર રીતે ઉજવણી થઈ. વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યોને પ્રત્યક્ષ રીતે સમજે અને આગામી ભવિષ્યમાં આદર્શ નાગરિક, જાગૃત મતદાતા બને અને રાષ્ટ્ર વિકાસ અને નિર્માણમાં અગ્રેસર રહે તેવા આશયથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું.
- *ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને રિલ નંગ સાથે ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* #ધંધુકા #dhandhuka #chainizdori #chinesedori #amdavadgramylcb1
- વાલિયાના બે સોલાર પ્લાન્ટમાં ચોરીનો ભેદ ઉકેલાયો.1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- શહેરમાં 12મા ધોરણની વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો બનાવ આવ્યો સામે. સુરતના વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ સુરતમાં પિતા બે દિવસથી ગુમ થઈ ગયા હતા માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધો.12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત માછીમારોએ નદીમાંથી બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી અંતિમસંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી1
- Post by GOLD COIN NEWS1
- બિલ વગરના કોપરના જથ્થા સાથે 3ની ધરપકડ 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1